કાલોલ શહેર સ્થિત શ્રી ભગીની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે શરદપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું

તારીખ ૧૭/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી ભગીની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે શરદપૂર્ણિમા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૦૦ થી વધુ બહેનો હાજર રહી હતી.આ કાર્યક્રમમાં શરદ પૂર્ણિમા નિમિત્તે દરેક બહેનો સફેદ રંગમાં વસ્ત્ર પરિધાન કરી અને ગરબે ઘૂમી હતી જ્યાં ગરબા સ્પર્ધાનુ આયોજન કરેલ હતું તેમાં પ્રથમ ત્રણ નંબર અને પાંચ પ્રોત્સાહન નંબર ને ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર સોનલબેન અતુલભાઇ ગાંધી દ્વિતીય નંબર ધ્વનિબેન નિલેશભાઈ મહેતા અને તૃતીય નંબર પ્રિયલબેન ભાવિનભાઈ ગાંધી એ મેળવ્યો હતો પ્રોત્સાહન પાંચ વિજેતામાં સ્નેહલબેન મહેતા,પ્રતિમાબેન શાહ,યોગીનીબેન શાહ,સીમાબેન ગાંધી તથા દિપ્તીબેન પરીખ ને આ વિજેતાઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.તેમજ હાજર દરેક બહેનોને મંડળ તરફથી લ્હાણી આપવામાં આવી પ્રોગ્રામ બાદ સૌએ સાથે મળી સમૂહમાં દૂધપૌવા અને બટાકાવડા આસ્વાદ સાથે આનંદ માણ્યો હતો આ કાર્યક્રમ બાદ પ્રમુખ અંજુબેન મહેતાએ જણાવ્યું હતું કે હવેથી સ્પર્ધા બે વિભાગમાં યોજાશે સિનિયર સિટીઝન અને યુવા વર્ગ ૧૮ થી ૫૦ વર્ષ અને ૫૦ વર્ષથી ઉપરના એમ બે વિભાગમાં હવેથી દરેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અંતમાં મંડળના મંત્રી દીપ્તિબેન પરીખ તમામ સભ્ય બહેનો દ્વારા જે સહકાર મળ્યો અને સમયસર હાજર રહ્યા તે બદલ તમામનો આભાર દર્શન દ્વારા આભાર વ્યક્ત કર્યો અને વિજેતા ને મંડળ તરફથી અભિનંદન પાઠવ્યા હતા.








