

સુરેન્દ્રનગરના સાયલા ના સુદામડા ગામે માતાજી ના માંડવાના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમવામાં છાશ પીવાથી લોકોની તબિયત લથડી હતી જેમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળી હતી જેમાં 300થી વધારે ફ્રુડ પોઈઝનિંગ થઈ હતી જેમાં સમગ્ર ઘટના જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ તથા 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. સાથે સાથે સાયલા તથા સુદામડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને આગામી સમયમાં કોઈ એવી ઘટના ન બને તે માટે ચુસ્તપણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અહેવાલ,,, જેસીંગભાઇ સારોલા સાયલા


