વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૨૩ લાખના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૮/૧૦/૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧૧માં કુલ રૂ.૨૩ લાખના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૧૮/૧૦/૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧૧માં આવેલ રામધણ આશ્રમની સામેની શેરીમાં કુલ રૂ.૨૩ લાખના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મહામંત્રી વિનોદભાઈ ઇસોટીયા, મુળુભાઈ ઓડેદરા, સુરેશભાઈ ઝીંઝૂવાડીયા, પ્રફુલાબેન બારોટ, જેન્તીભાઈ મેઘાણી, ભાસ્કરભાઈ જસાણી, જીતુભાઈ ધામેલીયા, ધીરૂભાઈ ઘાડીયા, જીજ્ઞેશભાઈ અધ્યારુ, આનંદસિંહ ઠાકોર, હિતેશભાઈ મુંગરા, ધીરેનભાઈ કરગથરા, બાવનજીભાઈ કોઠીયા, નિખીલભાઈ શિશાંગીયા વગેરે ઉપસ્થિત રહેલ.
આ કામમાં વૈટ મિક્ષ કરી એલ.બી.એમ.બી.એમ. અને સીલકોટ મટીરીયલ નાખી આશરે ૪૧૦ રનિંગ મીટરમાં અને ૪.૭૫ પહોળાઈમાં ડામર રોડ કરવામાં આવશે.