GUJARAT

શિનોરના સેગવા ગામે પટેલ વાડી ખાતે 10 માં તબક્કાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો

ફૈઝ ખત્રી...શિનોર રાજ્ય સરકારની જનકલ્યાનલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓના લાભ નાગરિકોને ઘર આંગણે સરળતાથી મળી રહે તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવાસેતું કાર્યક્રમ ના 10માં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે.ત્યારે શિનોર તાલુકાના સેગવા ગામે આવેલ પટેલ વાડી ખાતે પણ આજરોજ 10માં તબક્કાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રેશનકાર્ડ,આવક - જાતિ ના દાખલા આરોગ્યની ચકાસણી સહિતની કામગીરી ઉપલબ્ધ કરાઇ હતી.આ સેવાસેતું કાર્યક્રમ માં 15 ગામોનો સમાવેશ કરાયો હોય મોટી સંખ્યામાં નાગરિકો સરકાર ની અલગ અલગ જન કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા ઉમટી પડયા હતાં આ પ્રસંગે શિનોર તાલુકા વિકાસ અધિકારી,શિનોર નાયબ મામલતદાર અને તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ સાથે કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!