KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના મધવાસ પાસે જ્વલનશીલ કેમિકલ ભરેલ ટેન્કરે પલટી મારી. ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી

તારીખ ૧૮/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના મધવાસ પાસે ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ફોર્માલ્ડીહાઈડ નામનું કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયુ ટેન્કર પલટતા ટેન્કરનો મુખ્ય વાલ્વ થયો લીકેજ કેમિકલ ને કારણે લોકો ને આંખો અને ગળામાં બળતરા ની તકલીફ થઈ.હાલોલ ફાયર બ્રિગેડ ની ઘટના સ્થળે પહોંચી ટેન્કરનો મુખ્ય વાલ્વ બંધ કરી લીકેજ અટકાવ્યુ. ફાયર બ્રિગેડ દ્વારા ટેન્કરમાં રહેલા કેમિકલને વધુ નુકસાન અટકાવવા માટે ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવ્યો સમગ્ર ઘટનામાં સદ નસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી.





