છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
મૂકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને ધરાસભ્યશ્રી અભેસિંહ તડવીની ઉપસ્થિતમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક્ષ-રે મશીનની વ્યવસ્થા, આંતરીયાળ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ, અંતરિયાળ ફળિયાઓના આંતરિક રસ્તાઓ મુખ્ય રસ્તા સુધી જોડવા, બાળકોને પ્રાથમિક શિક્ષણ વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી.સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરી તેનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા સાથે નવા કામોની ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ કરી કામો શરુ કરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેક્ટરશ્રી શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારીશ્રીઓ, સહિતના વિવિધ વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.