ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં કાર્યકરો પાસે દિવાળી ટાણે વર્ષોથી ઉઘરાણા કરતા ICDSના અધિકારીઓ પરંપરાગત રીત નિભાવશે ?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં કાર્યકરો પાસે દિવાળી ટાણે વર્ષોથી ઉઘરાણા કરતા ICDSના અધિકારીઓ પરંપરાગત રીત નિભાવશે ?

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારો આવે એટલે અધિકારીઓને મીઠાઈ અને બંધ કવર આપી દિવાળી શુભેચ્છા પાઠવવામાં આવતી હોવાના વર્ષોથી આક્ષેપો ઉઠતા હોય છે,ગત દિવાળી ટાણે જ ICDS ના અધિકારી અને એક ફોલ્ડરિયાનું નામ ટાંકેલી નનામી અરજી સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી,જે બાબતે ઉચ્ય કક્ષાએ થી તપાસ થઈ હતી,તપાસ માં કોણ એવું કહે મેં ઊઘરાણા પેટે રૂપિયા ચૂકવ્યા હતા,જો ખૂલીને બોલેતો હેરાન કરવામાં આવે હોવાના ડરથી કર્મચારીઓ ખૂલીને બોલી શકતા નથી,વાયરલ અરજીમાં રૂ.35 લાખ જેટલી રકમનું આંગણવાડી કાર્યકરો પાસેથી ઉઘરાણું કરવામાં આવ્યું હોવા નો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને વાયરલ અરજીની નકલ કોપી સાથે યોગ્ય તપાસ કરવા રજુઆત કરી હતી.વર્ષ 2022માં મોડાસા તાલુકા પંચાયતના તત્કાલીન પ્રમુખ ને અધિકારીઓ આંગણવાડી કાર્યકરો પાસે ઉઘરાણું કરતા હોવાનું ધ્યાને આવતા જવાબદાર CDPO ને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો,જોકે આ વખતે ઉધરાણા બાબતે હજુ સુધી માંગણી કરવામાં આવી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.હવે જોવાનું એ રહેશે કે,અધિકારીઓ આ વખતે પરંપરાગત રીત નિભાવશે કે પછી રાહત અપાશે ?

Back to top button
error: Content is protected !!