GUJARATKUTCHMANDAVI

ભુજ ખાતે યોજાયેલી સંકલનસહ ફરિયાદ સમિતીની બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની તાકીદ.

વીજળી, ગંદકી, પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ રસ્તા વગેરે મુદાઓ પર સાંસદશ્રી તેમજ ધારાસભ્યોશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સમીક્ષા કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ ઓક્ટોબર : કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીશ્રીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી ,આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજ શહેર સહિતના તમામ શહેરોમાં દિવાળી તહેવારને અનુલક્ષીને સાફ-સફાઇ અંગે રજૂઆત કરી એકશન પ્લાન બનાવવા તાકીદ કરી હતી. લખપત તાલુકામાં વર્તમાન પાણીનો પ્રશ્ન ઉકેલવા તેમજ સરહદી ધોળાવીરા, ખડીર, નાની બન્ની, બન્ની પચ્છમ, આરી પાર્કથી લઇને લખપતના સરહદી ગામોમાં પાણીનો પ્રશ્ન કાયમી રીતે હલ કરવા સર્વે કરીને નવી યોજના બનાવવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. ઉપરાંત સાંસદશ્રીએ ઘડૂલી, હાજીપીર, ધોરડો ટેન્ટસીટી વિસ્તાર, ખાવડા રોડ, રોડ ટુ હેવન વગેરે રસ્તા પર સીસીટીવી મુકાવવા જણાવ્યું હતું.ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નિરોણાનો જમીન માપણી પ્રશ્ન, દબાણ દૂર કરવા, મિલ્કતો પંચાયત આકારણીમાં ચડાવવા, ખનીજ ચોરી અટકાવવા, નર્મદા પાણીનો પ્રશ્ન, ધાવડા મોટાના ગુમ થયેલા હક્કપત્ર, હિન્દુ સ્મશાનમાં સગડી આપવા, સરકારી યોજનાકીય કાર્યક્રમ મોટા ગામોમાં યોજવા, પેચવર્ક, ઝાડી કટિંગ, રસ્તા તથા પુલના કામો તત્કાલ પૂર્ણ કરવા, પીવાના પાણીના બોર, પાણીની લાઇનમાંથી ગેરકાયદે લીધેલા કનેકશન સામે કડક પગલા ભરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉપરાંત નાની છેર મુકામે એટીપીએસ થર્મલ પાવર પ્લાન્ટમાંથી છૂટા કરેલા લોકોને ફરીથી નોકરી આપવા માટેની રજૂઆતના પ્રશ્ને જીએમડીસીએ પુન: નોકરી લેવાની ખાત્રી આપી હતી..બેઠકમાં ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા દ્વારા એલસી-૫ લીલાશાહ ફાટક રેલવે અન્ડર બ્રીજ, અંજાર બાયપાસ રોડ, કેરા, બળદિયા તથા ભારાપર બાયપાસ રોડ, અંજાર એલસી-૧૦ના રેલવે અન્ડર બ્રીજના કામથી વધેલા ટ્રાફીક ભારણને ઘટાડવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નિયત સ્થાનિક રોજગારીની ટકાવારી ન જાળવતા એકમો સામે પગલા ભરવા, ધ્રંગ પાણી યોજના, ટોલ બુથ, યુરિયા ખાતર સાથે ખેડૂતોને ફરજિયાત અન્ય પ્રોડકટ આપવા તથા હબાય વિસ્તારમાં વીજપ્રશ્ન અંગેની સહિતની રજૂઆત કરાઇ હતી.ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભોજનારી ડેમ આધારીત પાણી યોજના, નલ સે જલ યોજના હેઠળના કનેકશન, નર્મદા કેનાલના કામ, બાલાસર તથા ફતેહગઢ નજીક રાષ્ટ્રીકૃત બેંકશાખા શરૂ કરવા, પેચવર્ક, ઝાડી કટીંગના કામ, વીજપ્રશ્નો, લો-વોલ્ટેજ, જર્જરીત પોલ અને ફીડર બદલવા, સીંગલ ફેઝ નિયમિત આપવા, ખેતીવાડી કનેકશનમાં કોલનો મુદો, નવા મંજૂર ટીસીના કામ કરવા, ૬૬ કેવી ગાગોદર તથા આડેસર લાઇનું કામ પૂર્ણ કરવા, નર્મદા કેનાલની સફાઇ તથા વારંવાર તૂટતી નબળી કેનાલના જવાબદારો સામે પગલા ભરવા, રાપર શહેરને ૬ એમએલડી પાણી પુરૂ પાડવા, ફતેહગઢ ભોજનારી ડેમ યોજના પૂર્ણ અમલી કરવા, લાકડાડેમના દરવાજા બદલવા, રસ્તાનું પેચવર્ક, મંજૂર રોડ પૂર્ણ કરવા, માખેલ ટગા રોડના પાણીનો નિકાલનો પ્રશ્ન, સુવિધા વગરના ગામોમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સ સુવિધા પુરી પાડવા, મનરેગા યોજના, બાકી માઇનોર કેનાલનો સર્વે કરી મંજૂર કરવા, સર્વે શિક્ષા અભિયાન સંલગ્ન પ્રશ્ન, રાપર શહેરમાં વેજ માર્કેટ, બસ સ્ટેશન, પશુ દવાખાનું શહેર બહાર ખસેડવા, રાપર માટે મંજુર કોલેજ શહેરની નજીક બનાવવા, જમીન જૂની શરતમાં ફેરફાર કરાવવાની અરજીનો નિકાલ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.આ બેઠકમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરીએ સમાજ કલ્યાણ ખાતામાં ખાલી નિરિક્ષકોની જગ્યા, પંચાયત હસ્તકના પુલ, પાપડી તથા રસ્તાના કામોની વિગત, ડેમોને થયેલા નુકશાન, પૂર્વ કચ્છમાં એફએસએલ રિપોર્ટ માટે ગાયનેકોલોજીસ્ટની જગ્યા ભરવા, પાન્ધ્રો તથા જીએમડીસીના સીએસઆરના કામ, મોથાળા વિસ્તારના ગામોને ૧૦૮ની સુવિધા આપવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સૂંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર , નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પારેખ, પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!