રાજ્યના દિવ્યાંગો માટે નવરાત્રી મહોત્સવ યોજાયો
22 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
રાજ્યના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ ખેલૈયાઓ માટે બનાસની ધન્ય ધરા પર રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટ, પાલનપુર ખાતે વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગો માટે ભવ્ય દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિઘ જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેલ પાંચસો ઉપરાંત દિવ્યાંગજનોને ભોજન, ચા-નાસ્તો, લોણી તેમજ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ દિવ્યાંગ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. દિવ્યાંગજનોની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે વર્ષ : ૨૦૧૮ થી દરવર્ષે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરીને સરાહનિય કાર્ય કરતા બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પે કેન્દ્ર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઈ વી. પરમારને બનાસકાંઠા ડી.ડી.ઓ શ્રી એમ.જે. દવે સાહેબ, એસ.પી. શ્રી અક્ષયરાજ સાહેબ, ડી.વાય.એસ.પી શ્રી જે.જે ગામીત સાહેબ, પી.આઈ. શ્રી ધાંધલીયા સાહેબ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષભાઈ જોષી સાહેબ, મમતા મંદિર પાલનપુરના નિયામકશ્રી યતિનભાઈ જોષી સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમની સરાહનિય સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.




