
તા.૧૬.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે ૧૦:૦૦ થી ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કુલ.૫૦ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રકતદાન કેમ્પમાં હાંડી ગામના ઉત્સાહી અને સેવાભાવી સરપંચ સંજય ભાઇ નિનામા તથા ઝાલોદ તાલુકાના નાયબ મામલતદાર મહેસૂલ શાખાના તેજસ અમલીયાર દ્વારા રકતદાન કરીને માનવતાનું કાર્ય કર્યું આ રક્તદાન કેમ્પ માં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા આ રકતદાન કેમ્પમાં લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડૉ ડી કે.પાંડે તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ તુષાર ભાભોર દ્વારા તમામ રક્તદાતાઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા




