સાબરકાંઠા ના ઈડર માં આમ આદમીને ખાસ બનાવતી હોસ્પિટલ એટલે કે. એચ. હોસ્પિટલ”


“આમ આદમીને ખાસ બનાવતી હોસ્પિટલ એટલે કે. એચ. હોસ્પિટલ”
તારીખ 20-10-2024 રવિવાર,ઇડર કે.એચ. હોસ્પિટલમાં મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 275 થી પણ વધુ પેશન્ટોએ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો. અમદાવાદના ખ્યાતનામ ડો. મહેશ સખરાણી, એમ.ડી. ફિઝિશિયન (અનુભવ 32 વર્ષ), ડો. પ્રતીક વાળા ,ગોલ્ડ મેડાલિસ્ટ- ઓર્થોપેડિક, આર્થ્રોસ્કોપી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત , ડો. જય પટેલ ,ડર્મેટોલોજીસ્ટ-ચામડીના રોગના નિષ્ણાંત અને ડો.મિત ત્રિવેદી જનરલ સર્જન દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે પીએમજેએવાય (માં કાર્ડ) યોજના અંતર્ગત ઘૂંટણના ઓપરેશન એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પોલીટ્રોમાં, ઓર્થોપેડિક વિભાગનું લોકાર્પણ પણ અનોખી રીતે કરવામાં આવ્યું હતું જેમાં મા કાર્ડ યોજનાના લાભાર્થીઓ દ્વારા
1 અર્જુનસિંહ ગઢવી ગામ વાસણ
2 પરથીસિંહ ચૌહાણ ગામ કાનપુર
3 ધાર્મિકભાઈ ગામ ખેડબ્રહ્મા
4 પંકજભાઈ પંચાલ ગામ બડોલી
5 ડાયાભાઈ સોલંકી ગામ દિયોલી
ના વરદ હસ્તે રીબીન કાપી જાહેર જનતા માટે સેવાઓ કાર્યરત કરવામાં આવી. આ તમામ દર્દીઓએ અગાઉ કે.એચ હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાય. નો લાભ લીધેલો હતો અને પોતાના મંતવ્યો પણ આપ્યા હતા. ચેરમેન ડો. પ્રભુદાસ પટેલ અને ડિરેક્ટર ડો. ભાર્ગવ પટેલ તમામ દર્દીઓનો આભાર માની પીએમજેએવાય (માં કાર્ડ) યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.
સુપ્રીન્ટેડન્ટ ડો. મીત ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું કે હવે ઘૂંટણ અને થાપાના ઓપરેશન, પોલિટ્રોમાં, ઓર્થોપેડિક જેવી સર્જરી નિ:શુલ્ક પી.એમ.જે.એ વાય. યોજના અંતર્ગત કે.એચ.હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તથા જનરલ સર્જરી અને યુરોલોજિ વિભાગ પણ નિ:શુલ્ક મા કાર્ડ ની અંદર સક્રિય છે. સાથે સાથે કે. એચ. હોસ્પિટલમાં 32 વર્ષના અનુભવી નિષ્ણાત ડો. મહેશ સખરાણી (એમ.ડી.- ફિઝિશિયન) પણ 24 X 7 સેવાઓ આપી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના ચામડી રોગના નિષ્ણાત ડો. જય પટેલ દર મંગળવાર અને દર ગુરુવારે કે. એચ. હોસ્પિટલમાં નિ:શુલ્ક સેવાઓ આપે છે તો જાહેર જનતાને લાભ લેવા વિનંતી.
આવનાર ટુંક સમયમાં નવી સુપર સ્પેશિયાલિટી વિભાગો પણ ડેવલોપ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા




