

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેર એ-ડીવીઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો હતો.
અંકલેશ્વર શહેર એ-ડીવીઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું હતું. જેમાં પોલીસ મથકની તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં લોક પ્રતિનિધિ,આગેવાનો અને સોસાયટીના સ્થાનિકોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. ટ્રાફિકની સમસ્યા, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવતા લોકોને અટકાવવા નહીં, ચોરીની ખોટી અફવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ અંગે ખાતરી આપી હતી. આ લોક દરબારમાં પી.આઈ. પી.જી ચાવડા અને પોલીસ અધિકારી, જવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.



