ભરૂચ: વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાજ પોલીસ ત્રાટકી, ૨૧.૯૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ચાવજ ગામની વૃંદાવન વિલા સોસાયટી પાસે આયસર કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ થનાર છે.અને વિદેશી દારૂનો જથ્થો લેવા માટે નરેશ કહારના માણસો ખત્રીવાડ બરાનપુરામાં રહેતો બુટલેગર ધર્મેશ મનહર ઠાકોર અને અભિષેક ઉર્ફે અબુ ભરત કહાર આવનાર છે.જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ વોચમાં હતો તે દરમિયાન એક છોટા હાથી ટેમ્પો અને એકટીવા લઇને બે ઈસમો આવ્યા હતા અને થોડીવારમાં બાતમી વાળું આયસર કન્ટેનર આવતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો જયારે પોલીસે બુટલેગર ધર્મેશ મનહર ઠાકોર અને અભિષેક ઉર્ફે અબુ ભરત કહારને ઝડપી પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૪૯૨૦ નંગ બોટલ મળી આવી હતી.પોલીસે ૮ લાખનો દારૂ તેમજ ત્રણ વાહનો મળી કુલ ૨૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ અંગે ઝડપાયેલ બંને બુટલેગરોની પુછપરછ કરતા જથ્થો સેલવાસના છગનસિંગ પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે ચાલક અને વિદેશી દારૂ મોકલનાર સહીત નરેશ કહારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.



