BHARUCHNETRANG

નેત્રંગ : પ્રાથમિક શાળા ડેબાર (ન.વ.)માં આ.શિ. ગુલાબભાઈ ગાંવિતનો વિદાય સમારંભ યોજાયો.

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૨૪/૧૦/૨૦૨૪

નેત્રંગ તાલુકાના ડેબાર ખાતે આવેલ પ્રાથમિક શાળા (ન.વ.)માં આ.શિ.ગુલાબભાઈ દેવજીભાઈ ગાંવિતનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો. જેમાં BRC નેત્રંગ સુધાબેન વસાવા, શૈક્ષિક મહાસંઘ નેત્રંગના અઘ્યક્ષ રાજનભાઈ ગાંવિત, બિટ નિરીક્ષક વજેસિંગ વસાવા, કોચબાર ગ્રુપ આચાર્ય લતીફાબેન, આમંત્રિત મહેમાન સૌ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

સૌ ગ્રામજનો, શિક્ષકગણ, શૈક્ષણિક સંગઠનના હોદ્દેદારો દ્વારા શાળા ઓઢાડી પુષ્પગુચ્છ તથા ભેટ આપી સત્કાર કરવામાં આવ્યો. તથા યજમાન શાળાના આચાર્ય જયેશભાઈ વસાવાએ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું. વિદાય લેતા ગુલાબભાઈ તથા એમના સહપરિવાર તરફથી શાળાના બાળકોને ટ્રેક સુટ આપવામાં આવ્યા. શાળાને ભેટ આપવામાં આવી. સૌને પ્રિતિભોજન આપવામાં આવ્યું. આ તબક્કે શાળાના આચાર્ય દ્વારા આમંત્રિત મહેમાનોનો શાળા પરિવારમાંથી પધારેલ શિક્ષકગણ, ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!