DHARAMPURVALSAD

ધરમપુરના સામરસિંગી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શાળા યોજાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ ઓક્ટોબર

વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ધરમપુર તાલુકાના સામરસિંગી ગામ ખાતે ગુલાબભાઈ ભોયાના ખેતરે ડાંગર પાક ઉપર ખેડૂત શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર પ્રિતેશ જી પટેલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર મયંક પટેલ દ્વારા ખેડૂતોને પાકની જુદી જુદી અવસ્થાની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય જે અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથે સાથે હાલની પરિસ્થિતિમાં વાતાવરણમાં દિવસે દિવસે બદલાવ આવી રહ્યો છે જેવી પરિસ્થિતિમાં ખેતી પાકને બચાવવા માટે શું કાળજી લેવી જોઈએ તે અંગેની માહિતી આપી હતી. ડાંગર પાક પર જીવાત નિયંત્રણ પ્રાકૃતિક ખેતીમાં કરવા માટેની માહિતીમાં દશપર્ણી અર્ક કેવી રીતે બનાવી ઉપયોગમાં લેવું તે અંગેની પણ માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!