શેઠ એમ એ ઉચ્ચતર માધ્યમિક શાળા પુનાસણમાં અમરતભાઈ રબારી નો વય નિવૃત્તિ સમારંભ યોજાયો
સમારંભના અધ્યક્ષ એવા માનનીય શ્રી બાબુભાઈ દેસાઈ સાંસદ સભ્ય રાજ્યસભા દ્વારા શાળાના વિકાસ માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવાઇ
25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શેઠ એમ એ ઉચ્ચતર માધ્યમિક શાળા પુનાસણના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી અમૃતભાઈ અરજણભાઈ રબારીની 35 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી શૈક્ષણિક સેવામાંથી નિવૃત થતા તેમનો વય નિવૃત્તિ શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.સદર સમારંભના અધ્યક્ષ માન. શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ (સાંસદસભ્યશ્રી રાજ્યસભા )માન.શ્રી અશોકભાઈ એન ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી પાટણ સમારંભના ઉદ્ઘાટકશ્રી, મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી ડોક્ટર અમીર અલી મોમીન પ્રમુખ ફિ.જુ.કે.મંડળ, પુનાસણ તેમજ માનનિયશ્રી મગનભાઈ લીલાભાઈ દેસાઈ પૂર્વ સંચાલક શ્રી દ્વારકેશ કન્યા છાત્રાલય પાટણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, સિદ્ધપુર તાલુકાની વિવિધ સંસ્થાઓના આચાર્યશ્રીઓ ,શિક્ષક મિત્રો, સગા વાલા અને સ્નેહીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અમૃતભાઈ રબારી દ્વારા શાળાના તમામ બાળકોને ભોજન કરાવ્યું હતું તેમજ 21 હજાર રૂપિયા શાળાના વિકાસ માટે દાનમાં આપ્યા હતા. શુભેચ્છા સમારોહના અધ્યક્ષ ભામાશા એવા માનનીય શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ સાંસદ સભ્ય શ્રી રાજ્યસભા એ અમરતભાઈ રબારીની 35 વર્ષની શૈક્ષણિક યાત્રાની સેવાઓને બિરદાવી હતી અને સન્માન કર્યું હતું તેમજ શાળાની કોમ્પ્યુટર લેબ ના દાતાશ્રી જાહેરભાઈ મરેડિયા નું સન્માન કર્યું હતું તેમજ કોમ્પ્યુટર લેબ તકતીનો એમના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ દ્વારા પુનાસણ હાઇસ્કુલના વિકાસ માટે પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખની ફાળવણી કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટેશાળાનાતમામટ્રસ્ટીશ્રીઓ,શાળાના શિક્ષકો તેમજ બાળકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.





