GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના રાબોડ ગામે પ્રાકૃતિક ખેતી માટે કાર્યક્રમ યોજાયો

 

તારીખ ૨૪/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પર નિર્ભર રહે છે ત્યારે આ વર્ષે ગુજરાત ભર ના ગામડાંઓ માં ખેતી વિષયક માહીતી આપતા ગુજરાત વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર તેહઝીબ નોડ,સહિત ખેડુતો ને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ગામનાં પ્રથમ નાગરિક સરપંચ રશ્મિકા બેન પટેલ,તલાટી કમ મંત્રી શંકરભાઈ ડામોર, જીવાભાઈ વણકર કાનોડ, કવિ વિજય વણકર,સંદિપ મકવાણા તથા રાબોડ ગામની પ્રાથમિક શાળા ના આચાર્ય અને શિક્ષક ગણ સહિત ગ્રામજનોએ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ તબક્કે રેનિશ વાઘેલા,હર્ષિદા પરનાલીયા,વ્રજ પટેલ,નિતિક્ષા પવાર,કેતન વસાવા,સિયા પટેલ, હરેશ જાદવ,માહી શર્મા,સહિત વિવિધ ગામોમાં પગપાળા ચાલી ને તાલુકા ના બધાજ ગામો આવરી લઈ ખેડૂતો અને અગ્રગણ્ય નાગરિકોનું સંપર્ક કરી તેઓને પ્રાકૃતિક ખેતી ની ઓર્ગેનિક ખાતર અને જંતુનાશક દવાઓ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે ઊંડાણ પૂર્વક સમજ આપી ખેડૂતો વિવિધ પ્રશ્નો અંગે તેઓને સાંભળવામાં આવ્યા હતા અંતે કાર્યક્રમને સફળ નીવડે તે માટે ગ્રામજનોના સાથ સહકાર મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!