વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે શરીરના અંગો જકડાઈ જવા કે દુખાવો થવાની સમસ્યાઓનો ઝડપી નિકાલ થઈ શકશે
25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે શરીરના અંગો જકડાઈ જવા જેવાકે અંગ જકડાઈ જવા,પગના ગોટલા ચઢી જવા , દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી, કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીર જકડાઈ જવાની સમસ્યાઓ વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઝડપથી દૂર કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી સરકારી આયુર્વેદ હોસ્પિટલ બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા મથકે કાયૅરત છે. જેમાં અધતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી તથા સ્ટાફ ગણ ના સહયોગથી વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ની સેવાકીય પ્રવૃતિઓની સુવાસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રસરી છે. અહીં વિના મૂલ્યે સારવાર માટે આવતાં દર્દીઓનું જીવન સો ટકા પરિણામ સાથે પુનઃ ધમધમતું થાય છે. તાજેતરમાં વડગામ તાલુકાના જલોત્રા ના રહીશ બેરા માવજીભાઈ હીરાભાઈ ઉ.વર્ષ 60, આશરે પંદર દિવસ પહેલાં પગનાં ઘુંટણ જકડાઈ જવા તથા દોઢુ ચાલવું ની સમસ્યા માટે સારવાર માટે આવ્યા હતાં જેઓને સોળમા દિવસે સો ટકા પરિણામ સાથે પુનઃ ચાલતા કર્યો હોવાનું બેરા માવજીભાઈ એ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી દ્વારા વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે જુદા જુદા રોગો ના દર્દીઓ ની વિના મૂલ્યે સારવાર કરી સો ટકા સિધ્ધ હાંસલ કરી છે જે વડગામ તાલુકા, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ સમાન છે.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.





