
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના મુખ્ય મથક મોડાસા શહેરમાં બે ફામ બનેલા અસામાજિક તત્વો દ્વારા આતંક, પોલીસ ના પ્રેટોલિંગ સામે સવાલ
અરવલ્લીના મુખ્ય મથક મોડાસા શહેરમાં બે ફામ બનેલા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની છાશ વારે ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે,આવી ઘટનાઓ ના કારણે નગરજનો ભય અનુભવે છે,મોડાસા ના ડીપ વિસ્તાર માં ગત રાત્રીના 10 વાગ્યાના અરસામાં,10 થિ વધુ અસામાજિક તત્વોના ટોળાએ,ડીપ વિસ્તારને બાનમાં લીધું હતું,અલંકાર સોસાયટી આગળ રહેતા શ્રમિકો ઉપર કોઈ કારણોસર ધસી આવેલા શખ્સોએ હીંચકારો હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો હતો,એક મકાન આગળ પાર્ક કરેલ વાહનો પર પથ્થરો મારી નુક્શાન પહોચાડ્યું હતું,એક કલાક સુધી ચાલેલા આ ઘટના ક્રમે,કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા,ટાઉન પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ,પિક્ચર ના અંતિમ ચરણમાં પહોંચેલી પોલીસે તપાસ કરતા છેલ્લે એક શંકાસ્પદ શખ્સ હાથ લાગ્યો હતો,ઝડપાયેલા શખ્સને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો,જોકે સમગ્ર ઘટનાની પોલીસ ઝીણવટભરી તપાસ કરશે કે પછી,ભૂતકાળ માં માલપુર રોડ પર બનેલી ઘટનાની જે રીતે તપાસ કરી હતી, અને તપાસ સામે સવાલો ઉઠ્યા હતા,એવી તપાસ કરશે જેવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે,રાત્રીના સમયે આટલી મોટી ઘટના ઘટે અને ભૂલાઈ જાય, કોઈ પકડાય પણ નહીં અને ફરી થી જન જીવન પાટા પર આવી જાય, એટલામાં તો આવા તત્વોની હિંમત વધી જાય, દિવાળીના તહેવારો માં અરવલ્લી જિલ્લાની જનતા ભય વિના,શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો મનાવી શકે અને અસામાજિક તત્વો સામે પોલીસનો ખૌફ પણ જરૂરી હોવાની લોક માંગ ઉઠી છે.





