GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીની કોલેજમાં અધ્યાપકની છેડતી કરનાર વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર આપતા:શિક્ષણ જગતમાં ખળભળાટ

MORBI મોરબીની કોલેજમાં અધ્યાપકની છેડતી કરનાર વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર આપતા:શિક્ષણ જગતમાં ખળભળાટ

 

 

મોરબીની આર ઓ પટેલ વિમેન્સ કોલેજમાં કાર્યરત મહિલા પ્રોફેસરે આચાર્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી તો આચાર્ય વિરુદ્ધ એક્શન લેવાને બદલે ફરિયાદ કરનાર મહિલા પ્રોફેસરને જ નોકરીમાંથી છુટા કરી દેવામાં આવતા આ મામલે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

oplus_0

મોરબીના પંચાસર રોડ પર રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા દશાડીયા ધર્મિષ્ઠlબેને જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે તેઓ મોરબીની શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર ઓ પટેલ વિમેન્સ કોલેજમાં વર્ષ ૨૦૧૩ થી ઈંગ્લીશ વિષયમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે જાન્યુઆરી ૨૦૨૪ માં સંસ્થાના બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા કમલેશ ભોરણીયાએ મહિલા અધ્યાપકની છેડતી કરી હતી જે બાબતે ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને ગોપાલભાઈ ફેફરને જાણ કરી તેમજ મહિલા અધ્યાપક દ્વારા આપવામાં આવેલ પ્રૂફ પણ રજુ કર્યા હતા ટ્રસ્ટીઓએ આ બાબતે પ્રિન્સીપાલને કશું ના કહેતા અમોને ઠપકો આપ્યો હતો અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી છેડતીનો ભોગ બનેલ મહિલા અધ્યાપકે આ બાબતે કશું જ કરવાની નાં પાડી જેથી બધી વાત ભૂલીને નોકરી કરવા લાગ્યા હતા વર્ષ ૨૦૨૪ માં વેકેશન ખુલતા તા. ૨૪-૦૬-૨૦૨૪ ના રોજ રાબેતા મુજબ નોકરીએ ગયા ત્યારે પ્રિન્સિપાલે અમોને ટ્રસ્ટીઓએ મળવાનું કહ્યું જેથી અરજદાર એ જ દિવસે ટ્રસ્ટની ઓફિસે મળવા ગયા જ્યાં બંને ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને ગોપાલભાઈ ફેફર હાજર હતા નોકરીની રજૂઆત કરતા હવે તારે આયા નોકરી કરવાની નથી આયા આવતી નહિ આવા અપમાન જનક શબ્દો બોલ્યા અને અમોએ કારણ લેખિતમાં માંગતા કશું જ મળશે નહિ જે કરવું હોય તે કરી લે કારણ તને ખબર જ છે આવું કહ્યું હતું અરજદાર વર્ષ ૨૦૧૩ થી સંસ્થામાં નોકરી કરતા હોય અને અગાઉ પણ નાની મોટી ઘટનાઓ સંસ્થામાં બનતી પરંતુ અગાઉના ટ્રસ્ટીઓ બાબત સમજી વિચારીને મહિલાઓને હિતમાં નિર્ણય લેતા પરંતુ હાલના ટ્રસ્ટીઓ કશું જ વાસ્તવિક વિચારતા નથી મન ફાવે તેવા અયોગ્ય નિર્ણયો લે છે ખરાબ કૃત્ય કરનારને સપોર્ટ કરે છે અને સાચા વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુકે છે શિક્ષણના નામે અહી સંસ્થામાં ધતિંગ ચાલે છે જેથી અરજદારને યોગ્ય ન્યાય અપાવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે

Oplus_131072

ટ્રષ્ટિએ બેચરભાઈ હોથી જણાવ્યા મુજબ અનુસંધાને આ મુદો ગત જાન્યુઆરી મહિના છે અને જે ફરીયાદી ની વાત કરે છે ફરીયાદ કરવા ત્યાર નથી વગર ફરીયાદે અમે કોઈ પણ એક્શન લઈ શકે એમ નથી આ બેનને છુટા કરવાના કારણે અમારી સંસ્થાને બદનામ કરવા માટે આવી રીતના આવેદનપત્ર આપે છે

Back to top button
error: Content is protected !!