શ્રી એલ. વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા ખાતે અનોખા જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
26 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આનંદ પરિવાર ભીલડી”ચાલો બનાસકાંઠા ને સંસ્કારકાંઠા બનાવીએ” ના ટ્રસ્ટી શ્રી ચૈત્યભાઈ શાહ ના જન્મદિવસ ની અલગ પ્રકારથી ઉજવણી કરવામાં આવી. શ્રી ચૈત્યભાઈ તથા આનંદ પરિવાર ની ટીમ શાળામાં આવી ત્યારે શાળાની બાળાઓ અને શાળા પરિવાર દ્વારા સૌનું સામૈયા અને બેન્ડ થી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપપ્રગટાવી , કુમકુમ તિલક અને અક્ષત થી વધાવી જન્મોત્સવ કાર્યક્રમ શરૂ થયો.શાળાના પ્રધાનાચાર્યશ્રી નટુભાઈ જોષી એ સૌનું શાબ્દિક સ્વાગત અને શ્રી ચૈત્યભાઈ ના જીવન ઝરમર ની વાતો તેમજ તેમની નાની ઉંમરે સેવા વૃત્તિ,પર્યાવરણ પ્રેમ, શિક્ષણ પ્રત્યે નો ભાવ અને સમાજમાં ઉત્તમ વિચારો નો ફેલાવો કરવાની ધગશ જેવા કાર્યોની બાળકો સમક્ષ વાત મૂકી તેમના કર્યો માંથી પ્રેરણા લઈ જીવન સફળ બનાવવાની દિશા માં આગળ વધવા અને ઉત્તમ જીવન જીવવા ની પ્રેરણાત્મક વાતો કરી.સમૌ મોટા કેળવણી મંડળના મંત્રીશ્રી જયંતીભાઈ રાજગોરે પુષ્પગુચ્છ અને ભારતમાતા ના ફોટા થી સ્વાગત કર્યું. શાળા પરિવારે તેમજ બધા બાળકો એ શ્રી ચૈત્યભાઈ ને સંસ્કૃતમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને ગાયત્રીમંત્ર થી તેમના કલ્યાણની કામના કરી. શ્રી ચૈત્યભાઈ શાહે પણ તેમના જન્મદિવસે કેક કે અન્ય કોઈ દેખાવ કે પાર્ટી ના કરતા આનંદ પરિવારમાં વિવિધ સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરેલ 24 બહેનો ને એક જોડ કપડા આપી તથા સોનપાપડીનો પ્રસાદ આપી દરેક વિદ્યાર્થીને જીવનમાં ભવ્ય માનવ બની આગળ વધવા આહવાન કર્યું.આવા અનોખા જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રી ચૈત્યભાઈ એ શાળાને પણ સ્પોર્ટ્સ માં ખૂબ સારી સહાય ની પણ જાહેરાત કરી.અંતે સોનપાપડી થી સૌનું મોં મીઠું કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી.




