
તા.૨૭.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ મહિલા આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ નો યોજાયેલ કૌશલ્ય દીક્ષાતં સમારોહ
દાહોદ. નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે દાહોદ નગરપાલિકા ના ઉપ પ્રમુખ શ્રધ્ધાબેન ભંડગ ના મુખ્ય મહેમાન પદે તથા અતિથિ રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા તેમજ સામાજિક કાયૅક્રતા સોમભાઈ ભાભોર ની પ્રેરક ઉપસ્થિત મા યોજવામાં આવ્યો હતો આ કાયૅક્રમ મા આવકાર અને સ્વાગત પ્રવચન આચાર્ય પી.જે મસીહ સાહેબ કરયુ હતુ સમગ્ર કાયૅક્રમ નુ સંચાલન ફાલ્ગુનીબેન પંચાલે કરયુ હતુ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રેરક પ્રાસંગિક ઉદબોધન કરી આઈ.ટી.આઇ મા વિવિધ ટ્રેડો માતાલીમ પામેલા તાલીમાર્થી ઓ ને મેડલ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા મહિલા આઈ.ટી.આઇ દાહોદ ખાતે સૌપ્રથમ વાર કૌશલ્ય દીક્ષાત સમારોહ નુ આયોજન થતા તાલીમાર્થી ઓ મા આનંદ ની લાગણી વ્યાપી હતીઆભાર વિધિ મહિલા આઇ.ટી.આઇ દાહોદ ના ફો.ઈ એમ.કે રાઠોડ દ્વારા કરવામાં આવી હતી




