GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં યોગ બોર્ડ સંચાલિત નિઃશુલ્ક યોગ વર્ગમાં નૂતન વર્ષ નિમિત્તે લેવાયો નિયમિત યોગાભ્યાસનો સંકલ્પ
તા.૨૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ વિનામૂલ્યે યોગ વર્ગ કાર્યરત છે. જે પૈકી કોઠારીયા રોડ પર સુભાષનગર – ૨ ખાતે ટ્રેનરશ્રી તૃષાબેન જીવરાજાણીના માર્ગદર્શન હેઠળ દરરોજ સવારે અને સાંજે યોગ વર્ગ ચાલી રહ્યો છે.
જેમાં ધ્યાન, પ્રાણાયામ, આસન અને સુર્ય નમસ્કાર કરાવવામાં આવે છે. આ તકે કો-ઓર્ડીનેટરશ્રી મિતાબેન તેરૈયાએ સાધક મહિલાઓને આગામી નૂતન વર્ષ નિમિત્તે નિયમિત યોગાભ્યાસનો સંકલ્પ લેવડાવ્યો હતો. તેમજ આરોગ્ય જાળવણી અર્થે યોગમય બનવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો. આમ, રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા સંકલ્પ થકી લોકોને યોગ તરફ વાળવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.