GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના જુના દેવળીયા ગામેથી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ઈસમ ઝડપાયો
Halvad:હળવદના જુના દેવળીયા ગામેથી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ઈસમ ઝડપાયો
હળવદ; હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર પાસે ખુલ્લા ઓકળામથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર પાસે ખુલ્લા ઓકળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૨૪ કિં રૂ.૨૪૦૦ તથા વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૧૨૦૦ મળી કુલ કિં રૂ.૩૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા રહે. જુના દેવળીયા ગામ તા. હળવદવાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.