BANASKANTHAPALANPUR
બનાસકાંઠા એસ.પી શ્રી અક્ષયરાજ મકવાણા એ પરિવાર સાથે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી
31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર ખાતે એસ.પી શ્રીઅક્ષયરાજ મકવાણા સાહેબ તેમની દીકરીઓ અને માતાશ્રી સાથે ઉપસ્થિત રહી હોમના બાળકો સાથે દિવાળી ની ઉજવણી કરી બાળકો પાસે ફટાકડા ફોડવી ,મીઠાઈ આપી બાળકોને દિવાળી અને નૂતનવર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ડીવાયએસપી શ્રી ગામીત સાહેબ,એલસીબી પીઆઇ શ્રી દેસાઈ સાહેબ પશ્ચિમ પોલીસ પી.આઇ શ્રી ધાંધલ્યા સાહેબ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ દવે સભ્યશ્રીઓ શ્રી કુણાલભાઈ ભટ્ટ શ્રીબનાજી રાજપુત શ્રીમતી ચેતનાબેન ઠક્કર બાળ સુરક્ષા અધિકારી શ્રી ડો. આશિષભાઈ જોશી ચિલ્ડ્રન હોમના અધિક્ષક શ્રી વિપુલભાઈ વોરા સહિત પોલીસ સ્ટાફ અને ચિલ્ડ્રન હોમ નો સ્ટાફ ઉપસ્થિત રહેલ