
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા – ૩૧ ઓક્ટોબર : ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં યોગ સંવાદ,યોગ શિબિર ,યોગ સ્પર્ધા સાથે સાથે સ્વચ્છતા એ જ સેવા,વ્યસન મુક્તિ,હ્ર્દય ઘાતથી બચાવ આ રીતે અલગ અલગ અભિયાન ચલાવવામાં આવે છે .તેના અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા *યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત* અભિયાન અંતર્ગત તારીખ:૧૪ નવેમ્બર થી યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ડાયાબિટીસ ગ્રસ્ત લોકો જ જોડાઈ શકશે.જેમાં પ્રથમ લોકોનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવશે ત્યાર બાદ નિષ્ણાંત ડોકટરોના નિદાન બાદ યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેમાં બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તેના રિપોર્ટ સાથે આયોજકને જાણ કરવી, ત્યારબાદ રોજ સવારે ૬ થી ૮ અભ્યાસ માટે જોડાવવાનું તેમજ મળેલ સૂચના મુજબ નિયમો પાડવાનું પણ ફરજિયાત રહેશે.આમ યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસ મુક્ત થઈ શારીરિક ,માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ થાય તેવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઉદ્દેશ્ય છે.આ અભિયાન ગુજરાતના દરેક જિલ્લામાં આયોજન કરવામાં આવશે. જેમાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને પશ્વિમ કચ્છ જિલ્લામાં ભુજ મઘ્યે આયોજન કરવામાં આવેલ છે. સર્વે લોકો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠ અથવા પોતાના જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો ઓર્ડીનેટરનો સંપર્ક કરે. અથવા નીચે જણાવેલ નંબર(8160760215) પર વોટ્સ અપ(નામ,નંબર,શહેર,બીમારી લખી) કરી રજીસ્ટ્રેશનની માહિતી મેળવી શકે છે.આ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન. ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના અધ્યક્ષસ્થાને તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ સાંજના 03-00 થી 07-00 કલાક દરમિયાન યોગ કોર્ડીનેટર / યોગ કોચ / યોગ ટ્રેનર અને યોગ સાધકો અને આમ જનતા સાથે નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર જિલ્લામાં યોગનો વાતાવરણ બને, સમગ્ર લોકો યોગ કરતા થાય તે માટેનો છે. જેમાં કચ્છ-ભુજ ખાતે મુકત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ,મુન્દ્રા રોડ ,યુનિવર્સિટી સામે, ભુજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે.જે કાર્યક્રમમાં જોડાવવા માટે ભુજ તાલુકાના લોકો સાથે મુન્દ્રા ,નખત્રાણા ,ભચાઉ,ગાંધીધામ તેમજ અંજાર તાલુકાથી યોગ સાધક ભાઈઓ તેમજ બહેનોને ભુજ ખાતે કાર્યક્રમમાં જોડાવવાનો છે.ઉપરોક્ત માહિતી કચ્છ સૌરાષ્ટ્ર ઝોન કો ઓર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠ દ્વારા જણાવવામાં આવેલ છે.



