બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૧/૧૧/૨૦૨૪
નેત્રંગ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ નેત્રંગ ખાતે અન્નકૂટ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સત્સંગ ભવનમાં દિવાળીના શુભ તહેવારમાં દીપોત્સવી અને અન્નકુટ મહોત્સવ ઉજવાયો હતો.
નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે ૨૭ મો અન્નકૂટ મહોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મ પંરપરાના જ્યોતિર્ધર ગુરૂહરિ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની સ્મૃતિ સહિત આધ્યાત્મિક અંનુગામી પ્રગટ ગુરુહરિ પરમ પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના આશીર્વાદ થી દિવ્ય સાનિધ્યમાં સહજાનંદ પ્રદેશના પ્રાદેશિક સંતવર્ય પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી તેમજ ભગવતપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં તા.૧લી નવેમ્બરના રોજ યોજાયો.
જેમાં સભા સવારે : ૦૯:૦૦ થી ૧૨:૦૦ યોજાઇ હતી. જે બાદ અન્નકૂટ આરતી : – ૧૨:૦૦ કલાકે તેમજ મહા પ્રસાદ : – ૧૨:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. આ ૨૭માં અન્નકૂટ મહોત્સવમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, દિલીપસિંહ મહિડા, કિશોરસિંહ વાંસદિયા, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, સહિત મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા.