વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૧ ઓગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીદ્વારા તા.૨૬/૦૫/૨૦૨૫ના ભુજ ખાતેના કાર્યક્રમમાં ઓપરેશ સિદૂર અંતર્ગત લશ્કરી જવાનોના અદમ્ય શૌર્ય અને પરાક્રમની કાયમી સ્મૃતિ માટે “સિંદૂર વન”નું નિર્માણ કરવા આહવાન કરવામાં આવેલ હતું..જે અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિરઝાપર અનામત જંગલ વિસ્તારના અંદાજે ૧૭ હેક્ટર વિસ્તારામાં “સિંદૂર વન”નું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફેઝ-૧ વાવેતર તથા તેને સંલગ્ન કામગીરી તથા ફેઝ-૨ વાવેતર સિવાયની કામગીરી કરવામાં આવશે. ફેઝ-૧ વાવેતર તથા તેને સંલગ્ન કામગીરી અંતર્ગત સિંદૂર વન ખાતે સફાઇ કામગીરી તેમજ મોટા પ્રમાણમાં મલબો દૂર કરી જમીન લેવલીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ૮ હે. વિસ્તારમાં “અર્બન વન કવચ”મોડલ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રજાતિના ઉચ્ચસ્તરીય, મધ્યમ સ્તરીય અને નિમ્ન સ્તરીય મળી કુલ ૮૦,૦૦૦ રોપાઓના વાવેતરની કામગીરી કરવામાં આવશે. તે પૈકી હાલમાં ૬૦૦૦૦ ખાડાની કામગીરી પૂર્ણ કરાઈ છે તથા ૧ હેક્ટર વિસ્તારમાં વાવેતરની કામગીરી પૂર્ણ કરી બાકીની કામગીરી હાલ પ્રગતિમાં છે. ૮ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી ૩ હેક્ટર વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશન સિસ્ટમ ગોઠવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.સિંદૂર વન ખાતે બોર વેલ સંખ્યા-૨ તથા તેના વીજ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.બી.દેસાઈ દ્વારા જણાવાયું છે.