BHARUCHGUJARAT

અંકલેશ્વર:-GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં.

સમીર પટેલ, અંકલેશ્વર

અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી
નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ 2 કારમાં પણ આગ લાગી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

Back to top button
error: Content is protected !!