GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI – મોરબીમાં વ્યાજ-મુદ્દલ પરત આપવા છતા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વૃદ્ધને આપી જાનથી મારવાની ધમકી

 

MORBI – મોરબી:વ્યાજ-મુદ્દલ પરત આપવા છતા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વૃદ્ધને આપી જાનથી મારવાની ધમકી

 

 

મોરબીમાં પુત્રને ઊંચા વ્યાજે નાણા આપ્યા હોય તે વ્યાજખોરને પિતા દ્વારા વ્યાજ-મુદ્દલ પરત આપી દીધા હોવા છતા વધુ વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે વ્યાજખોર સામે ભોગ બનનાર વૃદ્ધ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને વ્યાજખોરો સામે આઇ.પી.સી. કલમ તથા નાણા ધીરધાર અધિનીયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીમાં રવાપર-ઘુનડા રોડ ઉપર ઉમા પેલેસ બ્લોક નં.૭૦૧ માં રહેતા મૂળ તાલુકાના ચાચાપર ગામના વતની રતીલાલ હરખજીભાઇ ફેફર ઉવ.૬૨ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર આરોપી નરેન્દ્રભાઇ રઘુવીરભાઇ રામાનુજ રહે.મોરબી ઓમશાંતી સ્કુલની પાછળ તથા વિજયભાઇ વશરામભાઇ હુંબલ રહે.મોટા દહીસરા તા.માળીયા(મી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે વર્ષ ૨૦૧૭ થઈ ૨૦૨૨ એમ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદીના દિકરાને ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હોય જે વ્યાજ સહીત મુદલ રકમ રાતીલાલભાઈએ પરત આપી દીધેલ હોવા છતા બંને આરોપીઓએ વધુ વ્યાજના રૂપિયાની લાલચે ફરિયાદી પાસે બળજબરી પુર્વક ચેકો લખાવી લઇ વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી, અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જે મુજબની ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!