શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે શિનોર મામલતદાર M.B.શાહ ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે લગભગ છેલ્લા બે વર્ષથી M.B.શાહ શિનોર મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા,પરંતુ હાલ તેઓની બદલી ગોધરા કલેકટર કચેરી ખાતે થવા પામી છે.ત્યારે આજરોજ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે શિનોર મામલતદાર M.B.શાહ નો વિદાય સમારંભ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં નાયબ મામલતદાર,તમામ કચેરી સ્ટાફ અને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છેકે શિનોર તાલુકા સેવા સદન કચેરીમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ વાદ - વિવાદ વગર અને તમામ કર્મચારીઓ સાથે એક પરિવાર ની ભાવના સાથે સબંધ કેળવ્યા બાદ અચાનક શિનોર મામલતદાર M.B.શાહ ની બદલી થતાં તમામ કર્મચારીઓ ભાવુક થયાં હતાં.

Back to top button
error: Content is protected !!