સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાટણ ખાતે યોજાયેલ ટેબલ ટેનિસઆંતર કૉલેજ સ્પર્ધામાં જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ ભાઈઓની ટીમ ચે

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાટણ ખાતે યોજાયેલ ટેબલ ટેનિસઆંતર કૉલેજ સ્પર્ધામાં જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ ભાઈઓની ટીમ ચેમ્પિયન સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાટણ ખાતે આંતર કોલેજ ટુર્નામેન્ટ યોજાયેલ હતી જેમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. આ સ્પર્ધામાં કોલેજની ભાઈઓની ટીમ ચેમ્પિયન બની છે, જ્યારે બહેનોની ટીમ ત્રીજા ક્રમે વિજેતા થઈ છે. આ સિદ્ધિ બદલ ખેલાડી સિંધી અરમાન અને પટેલ વેનીલને મંડળ અને કોલેજ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા . આ જીતથી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ અને પાલનપુર શહેરનું ગૌરવ વધ્યું છે. ભવિષ્યમાં પણ આ ખેલાડીઓ વધુ સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ આપી . આ માટે ટીમ મેનેજર ડૉ.વિપુલભાઈએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ તમામ માર્ગદર્શક કૉલેજના પ્રિન્સિપલ ડૉ. રાધાબેન પટેલ અને રમતગમત કમિટીના કન્વીનર ડૉ. ભારતીબેન રાવત તથા ડૉ. વિજયભાઈ પ્રજાપતિ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું






