
તા. ૬. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરાશે
દાહોદ જિલ્લાના લોકોને સહભાગી બનવા અપીલ દાહોદ જિલ્લામાં સમગ્ર શિક્ષા હેઠળ જિલ્લાના ૯ (નવ) તાલુકામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો માટે નવેમ્બર માસથી સર્વે હાથ ધરવામાં આવનાર છે. શૈક્ષણિક વર્ષ:૨૦૨૪-૨૫ના વર્ષ માટે કદી શાળામાં ન ગયેલા તેમજ કોઈ કારણસર અભ્યાસ છોડી દીધેલા(ડ્રોપ આઉટ અને અનટેક) બાળકોને શોધી તેમના વાલીને સમજાવી સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ કચેરીના માર્ગદર્શન હેઠળ ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના (ડોપ આઉટ અને અનટેક) બાળકો માટે દાહોદ જિલ્લામાં સર્વે અભિયાન તા.૧૧ નવેમ્બર-૨૦૨૪ થી તા.૩૦ નવેમ્બર-૨૦૨૪ સુધી શાળા કક્ષાએ હાથ ધરવામાં આવનાર છે.દાહોદ જિલ્લા સમગ્ર શિક્ષા વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ૯ તાલુકામાં બી. આર. સી. ભવન થી ક્લસ્ટર કક્ષાએ તેમજ શાળા વિસ્તારમાં શાળાના શિક્ષકો, એસ.એમ.સી. / એસ. એમ. ડી. સી. સભ્યો, આંગણવાડી કાર્યકર, સખી મંડળની બહેનો, આશા વર્કર તેમજ શિક્ષણ સહાયકો, બાલમિત્ર દ્વારા માનવ વસાહતની મુલાકાત લઇ આ સર્વે કામગીરી કરવામાં આવશે.જેમાં રાઈટ ટુ એજ્યુકેશન, એક્ટ-૨૦૦૯ ની જોગવાઈ અનુસાર ૬ થી ૧૯ વર્ષની વયજુથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર છે. જે બાળકો કદી શાળાએ ગયેલ નથી અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા તમામ (ડ્રોપ આઉટ અને અનટ્રેક) ૬ થી ૧૯ વયજૂથના બાળકોને નજીકની શાળામાં વયક્ક્ષા મુજબ શિક્ષણ મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આવા તમામ બાળકો માટે ૯ (નવ)તાલુકામાં સર્વે હાધ ધરવામાં આવશે. તો આપના ફળિયા આસપાસના વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાંથી શાળાએ ન જતા તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ બાળકો મળી આવે તો આપની નજીકની પ્રાથમિક શાળા અથવા ક્લસ્ટર, તાલુકાના બી.આર.સી ભવન પર જાણ કરી શિક્ષણના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા આપણે સૌ સાથે મળી ૬ થી ૧૯ વયજૂથનું એકપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ફરીથી શૈક્ષણિક કાર્યમાં જોતરાય તે માટે આપના સહકારની અપેક્ષા સહ જિલ્લાની તમામ જાહેર જનતાને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદ તરફથી અનુરોધ કરવામાં આવે છે




