કાલોલ તાલુકામા પુરવઠા અધિકારીની તપાસ દરમ્યાન ગેરરીતિઓ બદલ પાંચ દુકાનદારોના પરવાના કાયમી ધોરણે રદ્દ.

તારીખ ૦૭/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લા પુરવઠા અધિકારીની તટસ્થ કામગીરી ને કારણે ખોટું કરતા તત્વો મા ફફડાટ ફેલાયો છે.પોતે પોતાનો મોબાઈલ નંબર જાહેર જનતા માટે ખુલ્લો મુકી કોઇ પણ પ્રકારની ગેરરીતિ પુરવઠા વિભાગ મા થાય તો સંપર્ક કરવા આહવાન કર્યુ છે.ત્યારે કાલોલ નગર અને તાલુકાની સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં કરેલ આકસ્મીક તપાસ દરમ્યાન ગેરરીતિઓ આચરનારા કાલોલ શહેરના સંચાલક સહિત પાંચ સરકારી દુકાન સંચાલકોના પરવાના કાયમી ધોરણે રદ્ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર એચ ટી મકવાણાની આકસ્મીક તપાસ દરમ્યાન પાંચ વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ સરકારી અનાજનો જથ્થો ગરીબ રેશનકાર્ડ ઘારોકોને ન આપીને પોતાના લાભ માટે બારોબાર સગેવગે કરી કાળા બજારમાં વેચી મારેલ હોય, રેશનકાર્ડ ઘારકોને મળવાપાત્ર જથ્થાથી વંચિત રાખી, જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકુળ અસર પહોંચાડી હોવાનું સ્પષ્ટ થતાં રેશનકાર્ડ ઘારકોનો જાહેર હિતમાં તથા કાળાબજારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ ગેરરીતિઓ આચરનારા સંચાલકોનો પરવાના કાયમી ઘોરણે રદૃ કરી મોટી રકમ નો દંડ ફટકાર્યો છે જેમાં પરવાનો રદ થયેલ દુકાનદારો ની યાદી (૧) કાલોલ ના મહેન્દ્ર એમ બેલદારને રૂ. ૨,૫૦,૮૨૨ નો દંડ,(૨) કાલોલના સંચાલક અલ્પેશ જોષીને રૂ. ૬,૦૧,૧૫૩ નો દંડ (૩) વેજલપુરના સંચાલક ડી.એમ જશવાણીને રૂ. ૨,૮૬,૫૧૧ નો દંડ (૪) નાંદરખાના સંચાલક સતિષભાઈ પરમારને રૂ.૧,૩૧,૧૨૨ નો દંડ (૫) અંબાલાના પરવાનેદાર જે આર રાઠોડને રૂ.૧૩,૪૦૯નો દંડ કરવામાં આવ્યા છે અને તેઓના પરવાના રદ થયેલ છે.





