
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૭નવેમ્બર : વાલદાસ નગર પ્રગતિ મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળના સયુંકત ઉપક્રમે નગરમાં રહેતા લોકોનું દ્વિતીય નૂતન વર્ષ સ્નેહમિલન સાથે સરસ્વતી સન્માન અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન ડી.સી. જાડેજા ભવન, ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. બાલિકા દ્વારા નૃત્ય સાથેની પ્રાર્થના બાદ આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામિ શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, નગર સેવકો મનુભા જાડેજા, મનિષાબેન સોલંકી, બ્રહ્મ સમાજના અગ્રણી અને પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જે.પી.ગોર, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ કોપ્ટ સભ્ય કિરીટસિંહ જાડેજા, અગ્રણી ચતુરસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રગતિ મંડળના પ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજાએ સૌને આવકારી પ્રસંગ પરિચય સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે નગરમાં રહેતા ધો. ૧૦, ૧૨ અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ૫૫ જેટલા તેજસ્વી તારલાઓ ઉપરાંત ૬ જેટલા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં પૂ. સ્વામીજીએ વાલદાસ નગરની સમરસતાને બિરદાવતા જણાવ્યું હતું કે દરેક સમાજ દ્વારા પોતાની જ્ઞાતિના બાળકો માટે આ પ્રકારનું આયોજન થતું હોય છે પણ વાલદાસ નગર દ્વારા સોસાયટીમાં રહેતા તમામ સમાજના લોકો માટે જે આયોજન કરાયું છે તે પ્રશંસનીય છે. જિલ્લા પ્રા. શિક્ષણાધિારી વાઘેલાએ બાળકોની સિદ્ધિને બિરદાવી ઉત્તરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.ઉપસ્થિત તમામ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પૃથ્વીરાજસિંહ ઝાલાએ જ્યારે આભારવિધિ હમીરજી ધલે કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રફુલ્લસિંહ જાડેજા, મુકેશ ભટ્ટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રણજિતસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા, રવિરાજસિંહ ચુડાસમા, રોહિતસિંહ જાડેજા, દિનેશ વાણિયા, અભીજીતસિંહ ચુડાસમા, ક્રિષ્નાબા જાડેજા, જયાબા ઝાલા,ચિરાગ જોષી, નીતિન સિંધલ, પ્રવિણ ભદ્રા, યુગ બારોટ સહિતના વાલદાસનગર પ્રગતિ મંડળ, યુવા મંડળ અને મહિલા મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.







