ઇડરની લાઇફ લાઈન હોસ્પિટલમાં આશરે 36 વર્ષીય યુવકનું મોત થતાં હંગામો…!


ઇડરની લાઇફ લાઈન હોસ્પિટલમાં આશરે 36 વર્ષીય યુવકનું મોત થતાં હંગામો…!
સમગ્ર હોસ્પીટલ વિસ્તાર પોલીસ છાવણીમા ફેરવાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડરની લાઇફ લાઇન હોસ્પીટલ ફરી એકવાર વિવાદમા સપડાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ હોસ્પિટલમા દાખલ દર્દીને સમયસર ઑક્સિજન ન મળતાં મોત થયુ હોવાના આક્ષેપ સાથે પરીવાર સહીત સગાસંબંધીઓએ હોસ્પિટલમા હોબાળો મચાવ્યો હતો. ઈડરની લાઇફ લાઇન હોસ્પીટલમા અગાઉ પણ કેટલાક દર્દીઓની સારવારમા લાપરવાહીને કારણે નવુ જીવન મળવાની બદલે મોતને ભેટ્યા હોવાના આક્ષેપ થયા છે સમગ્ર દેશમાં એક તરફ દિવાળીનો માહોલ છે તો બીજી તરફ સાબરકાંઠાની ઈડરની ખાનગી હોસ્પિટલમા 36 વર્ષીય આશાસ્પદ યુવકનું હોસ્પિટલના કર્મચારીઓની બેદરકારીના પગલે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલનો ધેરાવ કરી લાપરવાહ ડોક્ટરો તેમજ સંચાલકો સામે પરિવારે ભારે વિરોધ નોંધાવ્યો છે. હોસ્પિટલમાં પરિવારે ઉગ્ર વિરોધ કરતા ડોક્ટરો તેમજ સંચાલકોએ પોલીસનો આશરો લેતા સમગ્ર હોસ્પીટલ વિસ્તાર પોલીસ છાવણીમા ફેરવાયો હતો પરિવારે યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન ઉઠાવવા મામલે પરિવારજનો મક્કમ બન્યા હતા. લાઇફ લાઇન હોસ્પિટલમાં ડોક્ટરની લાપરવાહીના પગલે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો સહિત સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે ઈડર ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાયદોને વ્યવસ્થા જાળવવાના પ્રયાસમાં લાગ્યા હતા ત્યારે હોસ્પીટલમાં ડોક્ટરો દ્વારા દર્દીને યોગ્ય સારવાર ન મળી હોવાના પગલે દર્દીનું મોત થયું હોવાનું પરીવારજનોએ જણાવી યોગ્ય કાર્યવાહી બાદ જ મૃતદેહ ઉઠાવવા મક્કમ બન્યા હતા. કોઈપણ હોસ્પિટલમાં દર્દીને જ્યારે દાખલ કરાય ત્યારે તેની જવાબદારી હોસ્પિટલની બનતી હોય છે. સાથોસાથ દર્દીને ઓક્સિજન સહિત ટ્રીટમેન્ટ આપવા માટે નિષ્ણાત ડોક્ટરોની પણ હાજરી જરૂરી હોય છે. સાબરકાંઠાના ઈડરની લાઇફ લાઇન હોસ્પિટલ ભૂતકાળમાં પણ વિવાદોમાં રહી ચૂકી છે. ત્યારે ઈડરના સદાતપૂરા ગામના મેહુલભાઈ દાનાભાઈ વણકર ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ યોગ્ય સારવાર ન આપવાની સાથોસાથ બંધ ઓક્સિજન અપાયા ના પગલે મોત થયું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જેના પગલે મોટી સંખ્યામાં લોકોએ હોસ્પિટલ પહોચી યોગ્ય ન્યાયની માગણી કરી હતી તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન ઉઠાવવા મામલે પણ મક્કમ બન્યા હતા. જોકે બે કલાક કરતાં વધુ સમયના વિરોધ વચ્ચે પરિવારે પેનલ પી.એમ માટેની મંજુરી આપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી ત્યારે ઘોર નિંદ્રામા સૂતા તંત્ર ધ્વારા કેવા પગલા ભરાય છે તે પણ આગામી સમયમા જોવુ રહ્યુ ……
જયંતિ પરમાર સાબરકાંઠા




