કાલોલ તાલુકાના ખંડોલી સ્થિત જલારામ મંદિર ખાતે ૨૨૫ મી જલારામ જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી.

તારીખ ૦૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ખંડોલી સ્થિત જલારામ મંદિર ખાતે ૨૨૫ મી જલારામ જયંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં લોકોએ દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો કારતક સુદ સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની જન્મ જયંતી તરીકે ઉજવાય છે આ વર્ષે જલારામબાપા ૨૨૫ મી જન્મ જયંતી નિમિત્તે શુક્રવારે કાલોલ તાલુકા ખંડોલી ગામે આવેલા સુપ્રસિધ્ધ જલારામ મંદિર ખાતે પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ની વિશેષ ઉપસ્થિત સાથે હજારો ભાવિકોએ પણ ઉપસ્થિત રહીને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ તાલુકાના ખંડોલી ધામ ખાતે આવેલ આ જલારામ બાપાનું મંદિર કાલોલ,હાલોલ તેમજ સાવલી પંથકના અનેક ગામોના ભાવિક ભક્તોની આસ્થાનું ધામ છે અને દર વર્ષે બાપાની જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન અને સદાવ્રત નું આયોજન કરવામાં આવે છે ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને મહાઆરતીનો લાભ લેતા હોય છે.







