MORBI:મોરબી શહેરમાં ધુળની ડમરીઓ માંથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે :પાલિકા દ્વારા 16 રોડના કામનો આજથી પ્રારંભ
MORBI:મોરબી શહેરમાં ધુળની ડમરીઓ માંથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે :પાલિકા દ્વારા 16 રોડના કામનો આજથી પ્રારંભ
નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ 16 રસ્તા બનાવવાના કામનો આજથી પાલિકા દ્વારા પ્રારંભ કરવામાં આવશે.
મોરબી શહેરમાં નગર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારના કુલ 16 રોડના કામ રૂપિયા 5.80 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈને કોઈ કારણોસર આ રોડ રસ્તાના કામ શરૂ થઈ શક્યા ન હતા અને છેલ્લે રસ્તાના કામ બે વખત ખાતમુહર્ત કરવાનું નક્કી કરેલ પરંતુ વરસાદ વિલન બનતા રોડ રસ્તાના કામ શરૂ થઈ શક્યા ન હતા જે હવે આજથી શરૂ કરવામાં આવશે. આજે સાંજે 5 કલાકે આલાપ પાર્ક પાસે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.3.25 કરોડના ખર્ચે 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે રાત્રે 8 કલાકે નહેરુ ગેટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.2.56 કરોડના ખર્ચે 10 કામોનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત થશે