GIR SOMNATHTALALA

ઇકોઝોનની અંતિમ લડાઇને મજબૂત બનાવવા તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગામે પ્રવીણ રામે બોલાવેલી જનસભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી

ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે આવનારી 15 થી 18 તારીખને ઇકોઝોન મહાસંગ્રામ તરીકે જાહેર કરીને આવનારા સમયમાં તાલાલામાં ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી

   આ વિશાળ જનસભામાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે મતના બહિષ્કારની તેમજ આગામી પ્રોગ્રામો જાહેર કર્યા
                ઇકોઝોન માટે જાહેરનામાની અંતિમ તારીખ 18 હોવાથી હવે લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી છે, ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યા બાદ ગીરમાં ખુબ વિરોધ નોંધાયો હતો, ગીરમાં અનેક રેલીઓ ,સભાઓ તેમજ નવરાત્રી અને દિવાળીમાં અનેક વિરોધો નોંધાયા હતા જેમના કારણે સરકારની ચિંતામાં વધારો પણ થયો હતો
         પરંતુ 18 તારીખ અંતિમ તારીખ હોવાથી હવે ઇકોઝોનની અંતિમ લડાઈ દિવસેને દિવસે મજબૂત બની રહી છે, આ અંતિમ લડાઇને મજબૂત બનાવવા માટે ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ખાતે ખેડૂતોની એક વિશાળ જનસભા બોલાવી હતી ,આ જનસભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા જેમની અંદર હાજર તમામ લોકોએ ઇકોઝોનને નાબૂદ કરવાની જ માંગ કરી હતી તેમજ હાજર તમામ લોકોએ ટૂંક સમયમાં આવનાર પેટાચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે ભાજપ સામે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો સરકાર મતદાનના બહિષ્કારથી નહિ સમજે તો આવનારી ચૂંટણીમાં લોકો ભાજપનો પણ બહિષ્કાર કરશે
         વધુમાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે આગામી પ્રોગ્રામો જાહેર કરતા જણાવ્યું હતું કે આવનારી 15 થી 18 તારીખો ઇકોઝોન મહાસંગ્રામ તરીકે જાહેર કરાશે અને ઇકોઝોન મહાસંગ્રામ અંતર્ગત તાલાલામાં વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન થશે તેમજ વિસાવદર ખાતે અને અન્ય તાલુકાઓમાં પણ મોટા પ્રોગ્રામોનું આયોજન થયું હતું
          આ પ્રોગ્રામમાં આપનેતા પ્રવીણ રામની સાથે સાથે આપના આગેવાનો કરશનબાપુ, ડો હિતેશ વઘાસીયા,દેવેન્દ્ર સોલંકી,સેજલબેન ખૂંટ,હરેશભાઈ સાવલીયા, ડી બી સોલંકી, ભીમસી પંડિત તેમજ સ્થાનિક આગેવાનો વિજયભાઈ હીરપરા, જાફરભાઈ,ફિરોજભાઇ, સિરાજભાઇ, રાજભાઈ તેમજ અનેક સરપંચો અને અનેક આગેવાનો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!