AJAY SANSISeptember 18, 2024Last Updated: September 18, 2024
2 1 minute read
તા.૧૮.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 રીજીયન ચાર અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી સેવાકીય પ્રવૃત્તિ ઉપરાંત શિક્ષણમાં શ્રેષ્ઠ કાર્ય કરતા શિક્ષકને પણ સન્માનવાનું કાર્ય કરે છે તે અંતર્ગત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ અને એસ એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ હાયર સેકન્ડરી વિભાગમાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કેમેસ્ટ્રી વિષયના શિક્ષક ઉમંગકુમાર આર દરજી નું કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા ,લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લાયન સેફી ભાઈ પિટોલવાલા , મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા ખજાનચી લાયન રાધેશ્યામ શર્મા, ઈમિજેટ પોસ્ટ પ્રેસિડેન્ટ લાયન તુલસી શાહ ના હસ્તે સાલ ઓઢાડી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાનાઆચાર્યા નિતીક્ષાબેન પટેલ , સુપરવાઇઝર એમ કે ફળદુ અને સ્ટાફના શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા
Sorry, there was a YouTube error.
AJAY SANSISeptember 18, 2024Last Updated: September 18, 2024