GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સંગઠન પર્વ ભાજપા દ્વારા કાર્યશાળાનું આયોજન

તારીખ ૧૩/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં સંગઠન પર્વ ભાજપા દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ચૂંટણી અધિકારી કરસનભાઈ ગોંડલીયા,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,ગોધરા અને કાલોલ ના પ્રભારી મહેશભાઈ હરુમાલાની,જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પડ્યા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી સહિત નગરના સંગઠન સાથે તાલુકાના મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં ચૂંટણી અધિકારી કરસનભાઈ દ્વારા સંગઠન વિશે સંગઠનની સાચી સમજ આપી હતી.





