MORBI:હળવદ તાલુકાના રાતભેર ગામના ખેડૂતની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરીને અજાણ્યો ચોર ઈસમ રફુચક્કર

MORBI:હળવદ તાલુકાના રાતભેર ગામના ખેડૂતની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરીને અજાણ્યો ચોર ઈસમ રફુચક્કર
હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા દેવરાજભાઈ ચતુરભાઈ નદેહારીયા નામના ૨૨ વર્ષીય ખેડૂત યુવકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ ચોર આરોપી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા.૦૬/૧૧ રોજ દેવરાજભાઈ તેમના પત્નીને લઈને શનાળા રોડ સ્થિત સમર્પણ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે આવ્યા હોય ત્યારે દેવરાજભાઈ સમર્પણ હોસ્પિટલના પગથિયાં પાસે ઉભા હોય ત્યારે દેવરાજભાઈએ પોતાનો આઈફોન-૧૩ મોબાઇલ શર્ટના ખિસ્સામાં રાખ્યો હોય તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ આરોપી દેવરાજભાઈની નજર ચૂકવી શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ સેરવી લીધો હતો, જે બાદ દેવરાજભાઈ હોસ્પિટલ ખાતે ઉપર ગયા ત્યારે તેમને પોતાના મોબાઇલ ચોરી અંગે જાણ થતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઇલ-ચોર આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











