GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે રોજગાર ભરતી મેળો આવતી કાલે યોજાશે.૧૮ થી ૩૨ વર્ષની વય ધરાવતાં પુરુષ અને મહિલા ઉમેદવારોને મળશે રોજગારીની તક

 

તારીખ ૧૫/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલના માધ્યમથી તારીખ ૧૬/૧૧/૨૦૨૪ ના શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કાલોલ તાલુકાના બોરુ સર્કલ પાસે આવેલ સરકારી આઇ.ટી.આઇ, કાલોલ ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાનાર છે.

આ રોજગાર ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૨ વર્ષની વયમાં આવતાં હોય તેવા તમામ રોજગારવાંચ્છુક ઉમેદવારોને તેમના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા જિલ્લા વિનિમય રોજગાર કચેરી,પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિયમિત રીતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!