RAJKOTVINCHCHHIYA
પાંચાળ ખમીર વિછીયા તાલુકાના છાસીયા ગામના કોળી સમાજના યુવાને ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત
પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ભારત માતાની છબી આપી ભવ્ય સ્વાગત કરી માતૃભૂમિ વતનમાં આવકાર્યા
દેવભૂમિ પાંચાળ પ્રદેશની ધન્ય ધરા વિછીયા તાલુકાના છાસીયા ગામનાં કોળી સમાજના યુવાન વિશાલભાઈ કાળુભાઈ ભાલીયા ભારતીય સૈન્યમાં સિલેક્ટ થયા હતા. ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે તાલીમ પૂર્ણ કરી આજે માદરે વતન પાંચાળની ધન્ય ધરા વિછીયા તાલુકાના છાસીયા ગામે આવતા ભવ્ય સ્વાગત સન્માન રેલી સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાંચાળવાસીઓ સમસ્ત છાસીયા ગામ અને આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સ્વાગત સન્માન સમારોહ રેલીમાં ભારત માતાકી જય,વંદે માતરમ,જય જવાન જય કિસાનના નારાથી દેશ ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,
ઉલ્લેખનીય છે કે,પાંચાળ પ્રદેશના આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં વસવાટ કરી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા કાળુભાઈ ભાલીયાના સુપુત્ર વિશાલભાઈને આવકારવા અને સન્માનિત કરવા સર્વ સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા.