MORBi:અપહરણ થયેલ બાળક તથા આરોપીને શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ
મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એન.આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ અપહરણ થયેલા સગીરને સહીસલામત શોધી આરોપીની ધરપકડ કરાઈ.
મોરબી તાલુકાના નાગલપર ગામે વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કમલ ભારસિંગ સિંગાસિંગ સોલંકીના ૧૩ વર્ષીય પુત્ર શિવાનું ગઈ તા.૧૨/૧૧ ના રોજ રાજપર ગામે વાડીએ ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી બબલુ પ્રકાશ નીનામા નામનો શખ્સ બાઇકમાં આવી સગીર શિવાને બાજુની દુકાનમાં જવાનું કહી બાઇક ઉપર બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયો હતો, ત્યારે સમગ્ર બનાવથી હતપ્રત થઈ ગયેલ પરપ્રાંતિય પરિવાર દ્વારા પોતાના પુત્રના અપહરણ અંગે અપહ્યુત બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઉપરોક્ત અપહરણના બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર. મકવાણા અને તેમની ટીમે ત્વરિત અને અસરકારક કામગીરી શરૂ કરી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન હ્યુમન સોર્સીસ દ્વારા ખાનગીરાહે બાતમી મળેલ કે ઉપરોક્ત અપહરણ કરનાર આરોપી અને અપહ્યુત સગીર બાળક રાજકોટ નજીકના નવાગામ વિસ્તારમાં રવિભાઇ ડાંગરની વાડીએ છે, જેથી તુરંત તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા મળેલ બાતમીના સ્થળ ઉપર તપાસ કરતા આરોપી બબલુભાઇ ઉર્ફે લખન પ્રકાશભાઇ નિનામા ઉવ.૨૭ રહે.હાલ-રાજપર ગામની સીમ, ગૌશાળા સામે, બાલુકાકાની વાડીમાં તા.જી.મોરબી મુળરહે.ખુરદાખુરજી ગામ (એમ.પી) વાળાની અટક કરી હતી, જ્યારે ભોગ બનનાર બાળકને સહીસલામત તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.