GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ધુળકોટ રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા:એક યુવાનનું મૃત્યુ
MORBI:મોરબીના ધુળકોટ રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા: એક યુવાનનું મૃત્યુ
મોરબીના ધૂળકોટ ગામની સીમમાં મોટર સાઈકલના ચાલકે સામેથી આવતા મોટર સાઈકલ સાથે અથડાવી યુવાનને ગંભીર ઈજા પહોચાડી મૃત્યુ નીપજાવ્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના ધૂળકોટ ગામે રહેતા વિમલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોટર સાઈકલ જીજે ૨૦ બીએ ૪૫૪૭ ના ચાલકે પુર ઝડપે ચલાવી ધૂળકોટ ગામની સીમમાં સામેથી આવતા મોટરસાયકલ જીજે સીકયું ૫૩૬૦ ને હડફેટે લેતા વિમલભાઈના નાનાભાઈ જયકિશનભાઈ (ઉ.૨૪) ને માથામાં કપાળના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.