GUJARATJUNAGADHKESHOD

શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ સતત પ્રયત્નશીલ સેનીટેશન, રોશની, બાંધકામ,બગીચા અને દબાણ જેવા અનેક મહાનગર સેવા સદનના વિભાગો શહેરના બ્યુટીફિકેશન માટે કાર્યશીલ

શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ સતત પ્રયત્નશીલ સેનીટેશન, રોશની, બાંધકામ,બગીચા અને દબાણ જેવા અનેક મહાનગર સેવા સદનના વિભાગો શહેરના બ્યુટીફિકેશન માટે કાર્યશીલ

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ,સુંદર અને રળિયામણું બનાવવા માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી વાજા તથા સેક્રેટરીશ્રી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી ટોલીયાના માર્ગદર્શન મુજબ સેનિ.સુપરવાઈઝરશ્રી સેનિ.સુપરવાઈઝરશ્રી મનીષ ભાઈ દોશી,રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં આજ રોજ મજેવડી ગેઇટ થી ભેસાણ ચોકડી સુધી આસિ.કમિશનર શ્રી જયેશભાઈ પી.વાજાની ઉપસ્થિતિમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં ૩૫ સફાઈ કર્મચારીશ્રી અને જે.સી.બી.,ટ્રેકટર અને ફ્રન્ટ લોડરની મદદથી રસ્તામાં આવેલ ડીવાઈડરની બંને બાજુની સફાઈ અને ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા.જ્યારે આજ રોજ બગીચા શાખા દ્વારા શહેરમાં નડતર રૂપ અને જોખમી વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી હતી.અને વૃક્ષોના થડમાં કલરકામ કરવામાં આવ્યું હતું.તેમજ બાંધકામ શાખા દ્વારા શહેરના રસ્તાઓમાં પેચવર્ક કરવાની કામગીરી તેમજ ડીવાઈડર રિપેર કામગીરી પ્રગતિમાં છે.રોશની શાખા દ્વારા શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓના સર્કલમાં લાઈટિંગ કરવામાં આવેલ તેમજ ખરાબ થયેલ સ્ટ્રીટ લાઈટને બદલાવી નવી લાઈટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પ્રગતિમાં છે.મહાનગર પાલિકા,જૂનાગઢની દબાણ શાખા દ્વારા ગાંધીચોક થી ભેસાણ ચોકડી સુધી દબાણ અધિકારી શ્રી હરેશભાઈ સોંદરવાની ઉપસ્થિતિમાં લારી,ગલ્લા,કેબિન અને છાપરા જેવા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ દબાણકર્તા આસામીઓને સ્વૈચ્છિક દબાણ હટાવવા માટે સૂચના આપવામાં આવી હતી,તેમજ આસામીઓને દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવામાં ન આવે તો દબાણ શાખા દ્વારા આગામી દિવસોમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!