GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી ટેક્નિકલ બાબતો ને લગતા પ્રશ્નો આવેદનપત્ર 

વાંકાનેર તાલુકા ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી ટેક્નિકલ બાબતો ને લગતા પ્રશ્નો આવેદનપત્ર

 

 

વાંકાનેર તાલુકા ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન ) ના વહીવટી ટેક્નિકલ બાબતો ને લગતા પ્રશ્નોનું વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ શ્રી વિરમભાઇ દેસાઈ સાહેબ ને આવેદન આપવામાં આવ્યું.


ઉપરોક્ત બાબત અનુસંધાન વાંકાનેર તાલુકાના ગણિત વિજ્ઞાન ના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગ ના શિક્ષકો ભણતર માં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો પરંતુ એ જ શિક્ષકો ને શાળામાં સૌથી વધુ જરૂરી કામ માં સમય લાગે અને બાળકો ના ભણતર ને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્ય ના ચાર્જ આપવો આવી બેવડી નીતિ નો વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરવામાં આવેલ જે બાબતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ શિક્ષકોના પ્રશ્નો માં સાથે હોય એ રીતે આ મુખ્ય પ્રશ્નોમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી/મહામંત્રી શ્રી દ્વારા તાત્કાલિક અસર થી આ બાબતો અને અન્ય તમામ જરૂરી બાબતો માટેનું આવેદન પત્ર તૈયાર કરેલ
જ્યારે આ આવેદનપત્ર તા. 30/04/2025 ને બુધવાર ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક ઉચ્ચતર વિભાગ (ગણિત વિજ્ઞાન) ના શિક્ષકો અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી ની હાજરીમાં આ આવેદન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ શ્રી એવા વિરમભાઇ દેસાઈ સાહેબ ને રૂબરૂ માં આપવામાં આવેલ અને આ મુખ્ય મુદ્દાઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી જેની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલ્દીથી નિરાકરણ લાવવા માટે આ બાબતે ઉપપ્રમુખ શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!