GUJARAT
માંડવા સ્થિત સુપ્રસિદ્ધ હજરત બાવા પ્યારે બાવાની દરગાહ પર ૪૬૦ માં શંદલ શરીફ તેમજ ઉર્સ શરીફ ની ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંડવા નજીક નર્મદા નદીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ હજરત બાવા પ્યારે બાવા રહેમતુલ્લહ અલયહિ રહેમાન ની દરગાહ આવેલ છે.આજરોજ તારીખ .૧૮/૧૧/૨૦૨૪ નાં રોજ હજરત બાવા પ્યારે બાવા રહેમતુલ્લહ અલયહિ રહેમાન ની દરગાહ પર ૪૬૦ માં ઉર્સ શરીફ તેમજ શંદલ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાત્રિના મહેફિલે શમાં કાર્યક્રમ યોજાયો હતો. બાવા પ્યારે બાવા ની દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે અને તમામ ધર્મના લોકો ની આસ્થા પૂરી થતી હોય છે. આ કાર્યક્રમમાં ટુંડાવ થી ઝાકીર અલી બાવા.સાંમરી થી અસગર અલી બાવા તિલકવાડા થી સાદાપ બાવા તેમજ સાદાપે કિરામ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.





