
વિજાપુર તાલુકા પુસ્તકાલય ખાતે પુસ્તક પ્રદર્શન વિવિધ સ્પર્ધા ના કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પુસ્તકાલય ખાતે ગ્રંથાલય નિયામક તેમજ મદદનીશ ગ્રંથાલય નિયમાક ની દોરવણી હેઠળ તારીખ ૧૪ નવેમ્બર થી ૨૦ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામા આવી હતી જેમાં પુસ્તક પ્રદર્શન, ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ મહેંદી સ્પર્ધા રાખવા મા આવી હતી. આ સાથે
સિનિયર સિટીઝન સાથે સંવાદ તેમજ વાનપ્રસ્થાશ્રમ ની મુલાકાત કરવામાં આવી હતી. નિબંધ સ્પર્ધા ક્વિઝ સ્પર્ધા મા ભાગ લેનાર તમામ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ તમામ વાચકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.નારીશક્તિના વિશેષ સન્મનારૂપે તમામ વાચક બહેનોને ઇનામ વિતરણ કરવા મા આવ્યુ હતુ. વાંચક વર્ગ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા કાર્યક્રમ સફળ બન્યો હતો.




